મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં આ સમાજે OBC કેટેગરીમાં સમાવેશ કરવા કરી માંગ, કલેક્ટરને આપ્યું આવેદન

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોબી સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. સુરેન્દ્રનગરના મુસ્લિમ

સુરેન્દ્રનગરમાં આ સમાજે OBC કેટેગરીમાં સમાવેશ કરવા કરી માંગ, કલેક્ટરને આપ્યું આવેદન

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોબી સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. સુરેન્દ્રનગરના મુસ્લિમ ધોબી સમાજ દ્વારા તેમના સમાજને OBC કેટેગરીમાં સ્થાન આપવાની માંગ કરવામાં આવી હતી. આ માટે ધોબી સમાજના લોકો કલેક્ટર કચેરીમાં એકત્રિત થયા હતા. હાલ જનરલ કેટેગરીમાં હોવાના પગલે ધોબી સમાજના વિદ્યાર્થીઓ અને લોકોને કોઈ પણ પ્રકારના લાભો નથી મળી રહ્યા.

આ પણ વાંચો : VIDEO: અમરેલીમાં શિકાર માટે નિકળ્યો સિંહ પરિવાર, સીસીટીવીમાં કેદ ઘટના

આ અંગે મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે તેમજ સુરેન્દ્રનગર કલેકટરને પણ આવેદનપત્ર પાઠવામાં આવ્યું છે. મુસ્લિમ ધોબી સમાજના આગેવાને આ બાબતે જણાવ્યું હતું કે તેઓ લોકોનો મેલ સાફ કરી શહેરને સ્વચ્છ રાખે છે અને નાના પરિવાર માંથી આવે છે. છતાં તેમને કોઈ લાભ મળતા નથી. માટે તેમનો OBC સમાજમાં સમાવેશ કરવામાં આવે. જો OBC સમાજમાં સ્થાન આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં કરાશે ઉગ્ર રજૂઆત કરવાની ચિમકી પણ આપી હતી.

આ સમાચાર શેર કરો