વડોદરામાં ચોર અને સોનીની સાંઠગાંઠ, 12 લાખના ઘરેણાં સાથે બંનેની ધરપકડ; 5 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
વડોદરામાંથી એક સનસની ખેજ મામલો સામે આવી રહ્યો છે જેમાં ચોર અને જ્વેલર્સની સાંઠગાંઠ ખુલ

વડોદરામાંથી એક સનસની ખેજ મામલો સામે આવી રહ્યો છે જેમાં ચોર અને જ્વેલર્સની સાંઠગાંઠ ખુલી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચોર ઘરેણાંની ચોરી કરીને લાવતો અને જ્વેલર્સ તે ચોરી કરેલા ઘરેણાંની ખરીદી કરતો હતો. આ મામલે પોલીસે રીઢા ચોર અને સોની બંનેની ધરપકડ કરી આ ઠગોનો પર્દાફાશ કર્યો છે. પોલીસ દ્વારા સોનાના વેપારી પાસેથી 9.75 લાખના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે તેમજ ચોર પાસેથી પણ 2.27 લાખના ઘરેણાં રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે રુ. 12 લાખના ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
વડોદરાની મકરપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ઘરફોડ ચોરીના પાંચ ગુના ઉકેલ્યાં છે. રાત્રે ચોરની ટોળકી બંધ મકાનોને નિશાન બનાવતી હતી અને ત્યાંથી ઘરેણાંની ચોરી કરતી હતી. આ ચોરીના ઘરેણાં તેઓ તરસાલીના માનસી જ્વેલર્સમાં વેચતા હતા. આ મામલે સિકલીગર ગેંગના રીઢા ચોર કર્માસિંગની ધરપકડ કરવામાં આવી છે, તેની સાથે ઘરેણાં ખરીદનાર સોની નરેન્દ્ર શાહની પણ ધરપકડ કરવામાં આવી છે. આગાઉ કેટલી વખત આ રીતે સોનુ ખરીદ્યું છે પોલીસે તે દિશા પણ સોનીની પૂછપરછ હાથ ધરી છે.



