મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરકારી કચેરીઓના ધક્કા બંધ?

હવે આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ જેવા મહત્

હવે આવકનો દાખલો, જ્ઞાતિનું પ્રમાણપત્ર અને ઈડબલ્યુએસ (EWS) સર્ટિફિકેટ જેવા મહત્ત્વના દસ્તાવેજો માટે તમારે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. રાજ્ય સરકારની આવી 20 જેટલી મહત્ત્વપૂર્ણ સેવાઓનો લાભ હવે નાગરિકો ઘર બેઠા, પોતાના મોબાઈલ ફોન પરથી માત્ર એક ક્લિકમાં મેળવી શકશે. એટલું જ નહીં, રેશનકાર્ડમાં સુધારા-વધારા કરવા, મહેસૂલ રેકોર્ડ મેળવવો કે પછી કોઈ સરકારી કામની ફરિયાદ કરવી હોય... આ તમામ કામો માટે હવે માત્ર એક જ વોટ્સએપ નંબર કાફી છે. વળી, આ વોટ્સએપ ચેટબોટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરતો હોવાથી સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી શકશે. ગુજરાત સરકારે ગ્લોબલ કંપની 'મેટા' સાથે ગાંધીનગર ખાતે એક મહત્ત્વપૂર્ણ કરાર કર્યો છે. આ ઐતિહાસિક ભાગીદારીને કારણે હવે રાજ્યના 5 મોટા સરકારી વિભાગોની 20 જેટલી નાગરિકલક્ષી સેવાઓ સીધી તમારા વોટ્સએપ પર ઉપલબ્ધ થશે. 

આ સમાચાર શેર કરો