મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તારાપુર પંથકમાં વરસાદનું ધમાકેદાર આગમન થતાં ડાંગર પકવતા ખેડૂતોમાં ભારે ખુશી

આણંદ જિલ્લાના તારાપુર પંથકમાંથી ખેડૂતો મા

આણંદ જિલ્લાના તારાપુર પંથકમાંથી ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર મળી રહ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આ વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો અસહ્ય ઉકળાટ અને આકરી ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે વરસાદના આ પ્રથમ ઝાપટાં પડતાં જ સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી મુક્તિ મળી છે.આ વરસાદથી સૌથી મોટો ફાયદો જગતના તાતને થયો છે. આખો જૂન મહિનો કોરો જતાં આકરા તાપને કારણે ડાંગરનું ધરું બળી રહ્યું હતું, જેનાથી ધરતીપુત્રો ભારે ચિંતામાં ડૂબેલા હતા.પરંતુ મેઘરાજાની આ એન્ટ્રીએ બળી રહેલા ડાંગરના ધરુડિયાને નવું જીવતદાન આપ્યું છે. વરસાદ પડતાં જ તારાપુરના ડાંગર પકવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે અને સમગ્ર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો