મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તારાપુર તાલુકા પંચાયતની મહત્ત્વની બેઠકો પર ભાજપે વિજય મેળવી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું

તારાપુર તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ૨ બેઠકો પર ભાજપ અગાઉ જ બિનહરીફ

તારાપુર તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકોમાંથી ૨ બેઠકો પર ભાજપ અગાઉ જ બિનહરીફ વિજેતા બન્યું હતું, જ્યારે બાકીની ૧૪ બેઠકોની મતગણતરીમાં પણ ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. જેમાં ખાકસર, આંબલીયારા, બુધેજ, મહિયારી, મિલરાપુરા અને મોરજ જેવી મહત્વની બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. બીજી તરફ, રિંજા અને ઈન્દ્રણજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવીને પોતાની હાજરી નોંધાવી છે, પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. પક્ષના ઉમેદવારોની આ જીતને પગલે કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે અને પરિણામો બાદ વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો