મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા શહેરમાં સરકારની વ્યવસ્થાને લઈને ઠેર ઠેર લાગ્યા એન્ટી બીજેપી પોસ્ટરો

બીજેપીના ગઢ એવા વડોદરામાં બીજેપીનો વિરોધ દર્શાવતા પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. વડોદરા મહાનગરપાલિકના અધિકાર

વડોદરા શહેરમાં સરકારની વ્યવસ્થાને લઈને ઠેર ઠેર લાગ્યા એન્ટી બીજેપી પોસ્ટરો

બીજેપીના ગઢ એવા વડોદરામાં બીજેપીનો વિરોધ દર્શાવતા પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે.  વડોદરા મહાનગરપાલિકના અધિકારીઓ અને સત્તાધીશો પર વ્યવસ્થાને લઈને સવાલ ઉઠ્યા જેમાં શહેરમાં જોવા મળતી અધુરી વ્યવસ્થાને લઈને એન્ટી બીજેપીના પોસ્ટર લગેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : કચ્છમાં તળીયે પહોંચેલી શિક્ષણનીતિ સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર સ્થિતિનું કારણ બની

કોર્પોરેશન ચુંટણી પેહલા વાસણા રાણેશ્વર મંદિર પાસે એન્ટી બીજેપી સહિત લોકોની વ્યવસ્થા માટે પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટરો ક્રાંતિકારી સેનાના નામ સાથે લગાવવામાં આવ્યા હતા. જો કે આ પોસ્ટરો કોણે અને ક્યારે લગાવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ સરકારને તેમની કામગીરીનું ભાન કરાવવા માટે આ ઉપાય યોજવામાં આવ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે.

ક્રાંતિકારી સેનાના નામથી લાગેલા પોસ્ટરમાં અલગ અલગ પ્રકારના સ્લોગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમકે, આઝાદ દેશના ગુલામ નાગરિકોને ભીખમાં પેહલા વ્યવસ્થા આપો મોદી સાહેબ, પહેલા વ્યવસ્થા પછી વિકાસ જેવા નારા પોસ્ટરમાં જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો