મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ GIDCમાં એકસાથે ત્રણ જગ્યાએ લાખો રુપિયાની ચોરીને અંજામ, 5 ચોર CCTVમાં કેદ

ગુજરાતભરમાં જાણે ચોર તસ્કરોની ટોળકીઓનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં પાટણની રાધનપુર જીઆઇડીસીમા

પાટણ GIDCમાં એકસાથે ત્રણ જગ્યાએ લાખો રુપિયાની ચોરીને અંજામ, 5 ચોર CCTVમાં કેદ

ગુજરાતભરમાં જાણે ચોર તસ્કરોની ટોળકીઓનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. એવામાં પાટણની રાધનપુર જીઆઇડીસીમાં એકસાથે ત્રણ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ અપાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં એસ એસ એન્ટરપ્રાઇઝ, સબર, દિત્યા ઇન્દ્ર્સ્ટ્રીજ તેમજ એક ભંગારની જગ્યામાં તસ્કરોની ટોળકી દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. મામલાની જાણ થતાં રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : તસ્કરોનો આતંક યથાવત: અમરેલીમાં બંધ ક્વાર્ટરમાંથી લાખોની ચોરી, સુરેન્દ્રનગરમાં બંધ ઘરોમાં ચોરોનો હાથફેરો

ચોરીની ઘટનામાં અંદાજિત 4.65 લાખ જેવી રોકડ રકમની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જીઆઈડીસીમાં સ્થિત એક કંપનીની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની ટોળકી કેદ થઈ હતી. રાધનપુર પોલીસ જીઆઇડીસી ખાતે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

જીઆઇડીસીની અંદર અન્ય જગ્યાએથી ભંગારના ગોડાઉનમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં દિત્યા ઇન્ડસ્ટ્રીની અંદર 30,000 રૂપિયાની રોકડની ચોરીને  અંજામ આપતા પાંચ ચોરો સીસીટીવીમાં કેદ થયા હતા. અગાઉ પણ જીઆઇડીસીની અંદર ચોરીની ઘટનાઓ બની હતી.

આ સમાચાર શેર કરો