મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જગતનો તાત લડાઈના મૂડમાં, ડિજિટલ ખેતીના પાયલોટ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં ભારે રોષ

કેન્દ્ર સરકારના ડિજિટલ ખેતીના પાયલોટ પ્રોજેક્ટ સામે સાબરકા

કેન્દ્ર સરકારના ડિજિટલ ખેતીના પાયલોટ પ્રોજેક્ટ સામે સાબરકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નિયમ મુજબ, ખેડૂતોએ ખાતર મેળવવા માટે ફરજિયાત એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સિસ્ટમ જ નક્કી કરશે કે ખેતરમાં કેટલું ખાતર નાખવું.

વાસ્તવિકતા એ છે કે જિલ્લાના 50 ટકાથી વધુ ખેડૂતો પાસે સ્માર્ટફોન જ નથી, જેના કારણે સામાન્ય ખેડૂતો માટે ખાતર મેળવવું મુશ્કેલ બન્યું છે. એસી ઓફિસોમાં બેસીને લેવાયેલા આ તઘલખી નિર્ણયથી ખેડૂતોને લાંબી લાઈનો અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે જગતનો તાત હવે આરપારની લડાઈના મૂડમાં છે.

આ સમાચાર શેર કરો