રાજકોટની સીટી બસના પૈડા થંભી ગયા, નિયમીત પગાર ન મળતા ડ્રાઈવરોએ પાડી હડતાળ
રાજકોટવાસીઓ માટે જીવાદોરી સમાન એવી સીટી બસના આજે પૈડા થંભી ગયા છે. સીટી બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. બસ

રાજકોટવાસીઓ માટે જીવાદોરી સમાન એવી સીટી બસના આજે પૈડા થંભી ગયા છે. સીટી બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી ગયા છે. બસના ડ્રાઈવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં અનેક મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે.
બસ ડેપોની અંદર જ ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું
મળતા માહિતી મુજબ, રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ બસ ડેપોની અંદર જ ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. ડ્રાઇવરોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે અનેક વખત પગારની રજૂઆત કરવામાં આવી છતાં નિયમિત પગાર ન થતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે




