મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શેલામાં મોટી દુર્ઘટના ટળી, નવી સાઈટના પાયાના ખોદકામ વખતે બાજુની સોસાયટીની દિવાલ ધસી પડી

અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી છે. શેલામાં ક્લબ ઓ'સેવન પાસે ખોદકામ વખતે 'કૃપાલ બચપન' બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ

અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી છે. શેલામાં ક્લબ ઓ'સેવન પાસે ખોદકામ વખતે 'કૃપાલ બચપન' બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડી હતી. નવી સાઈટના પાયાનું ખોદકામ કરતી વખતે કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી થઈ હતી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં બિલ્ડિંગનું બેઝમેન્ટ ધસી પડવાની અને જાનહાનિ-જાનમાલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ક્લબ ઓ'સેવન શેલામાં આવેલી 'કૃપાલ બચપન' પાસે તપોવન બિલ્ડર્સે નવી સાઈટનું પાયાનું ખોદકામ શરૂ કરતા તદ્દન નજીક આવેલી 'કૃપાલ બચપન'ની આખી કમ્પાઉન્ડ વૉલ ધસી પડી છે. ચોક્કસ તકેદારીના પગલાં વગર આવા ખોદકામ સામે "કૃપાલ બચપન"ના રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. 6 - 7 મહિનાથી તપોવન સાઇટ પર કામ ચાલી રહ્યું છે. ગઈકાલે નાની તિરાડ પડી હતી. ગઈકાલે તિરાડ પડી હોવાથી સોસાયટી દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહનો હટાવી લેવાયા હતા. 

આ સમાચાર શેર કરો