સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી, અધિકારીઓને ગાળો ભાંડી ખનીજ ભરેલી ટ્રક છોડાવી ગયા
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓને પણ ગાંઠતા નથી. ખાણ ખનીજ વિભાગની ટીમે કબજે કરેલી ખનીજ ભ

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓને પણ ગાંઠતા નથી. ખાણ ખનીજ વિભાગની ટીમે કબજે કરેલી ખનીજ ભરેલી ગાડી પણ દાદાગીરી કરીને ઉઠાવી જાય છે. સરકારી ગાડીને નુકસાન સુધ્ધાં પહોંચાડતા તેઓ ખચકાયા નથી. અધિકારીઓને ગાળો ભાંડીને ગાડી ઉઠાવી ગયા હતા.
જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે. ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની ટીમના કબજામાંથી ગેરકાયદેસર ખનીજ ભરેલ ટ્રક છોડાવી ગયા હતા. મૂળી પોલીસ મથકમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ખનીજ માફિયાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખાણ ખનીજ વિભાગની સરકારી કારને પણ ખનીજ માફિયાઓએ નુકસાન કર્યું હતું. અધિકારીઓને અપશબ્દો પણ કહ્યા હતા. જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



