મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરના એંજારમાં મહિલાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, શંકા ન જાય માટે મૃતદેહના અંતિમસંસ્કાર કરી દીધા

સુરેન્દ્રનગરના એંજારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રન

સુરેન્દ્રનગરના એંજારમાં મહિલાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, શંકા ન જાય માટે મૃતદેહના અંતિમસંસ્કાર કરી દીધા

સુરેન્દ્રનગરના એંજારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના  એંજારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. મહિલા અને તેનો પ્રેમી અવારનવાર મળતા હતા. ત્યારે એક દિવલ મહિલા અને તેના પ્રેમીએ તેના પતિને રસ્તામાંથી હટાવવા માટે ષડયંત્ર રચ્યું હતું. 

પતિ જ્યારે રાત્રે સુતો હતો તે દરમિયાન પત્નીએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો

પતિ જ્યારે રાત્રે સુતો હતો તે દરમિયાન પત્નીએ તેના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. મહિલાનો પતિ ભર ઉંઘમાં હતો તે દરમ્યાન મહિલાએ  પ્રેમી સાથે મળીને તેને ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. હત્યાની શંકા ન જાય તે માટે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.

કોઈને શંકા ન જાય તે માટે મહિલાએ તેના પતિના અંતિમસંસ્કાર પણ કરી નાખ્યા

જોકે આ સમગ્ર ઘટના વાડીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે હત્યારા પ્રેમી અને પત્નીની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચાર શેર કરો