VIDEO: સ્કૂટરમાં ચાવી ભૂલતા જ ચોરે કળા કરી નાખી થયો ફરાર
રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીક એક સ


રાજકોટ શહેરમાં વાહનચાલકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર ભારત પેટ્રોલ પંપ નજીક એક સ્કૂટર માલિક સ્કૂટરમાં ચાવી ભૂલી જતા દિનદહાડે અજાણ્યો શખ્સ સ્કૂટર લઈને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં ચોર કોઈ શંકા ન જાય તે રીતે પોતાનું જ સ્કૂટર હોય તેમ આરામથી સ્કૂટર લઈને જતો નજરે પડે છે. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને CCTVના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસે વાહનચાલકોને સ્કૂટર કે બાઈક પાર્ક કરતી વખતે ચાવી કાઢીને જ જવાની અપીલ કરી છે.




