મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadમાં આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવા મામલે દુકાન સિલ કરાઈ, બજારમાંથી તે બેચના આઈસ્ક્રીમ પાછા મંગાવાયા

ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમની મજા માણવામાં આવે છે પરંતુ અમદાવાદની એક મહિલાને આઈસ્ક્રીમ ખાતી વખત કડવ

Ahmedabadમાં આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળવા મામલે દુકાન સિલ કરાઈ, બજારમાંથી તે બેચના આઈસ્ક્રીમ પાછા મંગાવાયા

ઉનાળાની ગરમીમાં આઈસ્ક્રીમની મજા માણવામાં આવે છે પરંતુ અમદાવાદની એક મહિલાને આઈસ્ક્રીમ ખાતી વખત કડવો અનુભવ થયો છે. મણિનગરની મહાલક્ષ્મી કોર્નર દુકાનમાંથી આઇસ્ક્રીમની ખરીદી કરવામાં આવી હતી જેમાં ગરોળી નીકળી હતી. આ આઈસ્ક્રીમ ખાવાથી મહિલાની તબિયત ખરાબ થતા સારવાર માટે એલ જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ફૂડ લાયસન્સ ન હોવાથી દુકાન સિલ કરાઈ

તો બીજી બાજુ આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમ ખરીદવામાં આવ્યો તે એકમમાં તપાસ કરવામાં આવી તેની પાસે ફૂડ લાયસન્સ ન હોવાથી દુકાન સિલ કરવામાં આવી તો નરોડા ખાતે આવેલ હેવમોર આઈસ્ક્રીમ ફેક્ટરી ખાતે પણ ચેકીંગ કરી સેમ્પલ લેવામાં આવ્યું હતું.

હેવમોરનો ફરિયાદની બેચનો આઈસક્રીમ રિકોલ કરવા આદેશ 

હેવમોરનો ફરિયાદની બેચનો આઈસક્રીમ રિકોલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગરોળીની ફરિયાદ ધરાવતી બેચનો તમામ આઈસ્ક્રીમ માર્કેટમાંમાંથી પરત મંગાવવામાં આવ્યો છે. ડિસ્ટીબ્યુટર અને રિટેલર પાસેથી તે બેચનો તમામ માલ પરત મંગાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો