મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવી રીતે ભણીશું? સુરેન્દ્રનગરના રણમાં અગરિયાઓ માટે બનેલી સ્કૂલ ખંડેર હાલતમાં

સુરેન્દ્રનગર જિલ્લાના રણપ્રદેશમાં વસતા અગરિયાઓના બાળકો માટે બનાવવામાં આવેલી બસ શાળા ખંડેર હાલતમાં જોવા મ

કેવી રીતે ભણીશું? સુરેન્દ્રનગરના રણમાં અગરિયાઓ માટે બનેલી સ્કૂલ ખંડેર હાલતમાં

સુરેન્દ્રનગર જિલ્લાના રણપ્રદેશમાં વસતા અગરિયાઓના બાળકો માટે બનાવવામાં આવેલી બસ શાળા ખંડેર હાલતમાં જોવા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના રણના નાગબાઈ વિસ્તારમાં અગરિયાઓના બાળકો અભ્યાસ કરી શકે તે માટે બસમાં શાળા શરૂ કરવામાં આવી હતી. પરંતુ જાણે ખંડેર થઈ ગયેલી બસને કારણે અગરિયાના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં આ સમાજે OBC કેટેગરીમાં સમાવેશ કરવા કરી માંગ, કલેક્ટરને આપ્યું આવેદન

બસ શાળામાં પંખા અને લાઇટ માત્ર દેખાવ પુરતા લગાવવામાં આવ્યા છે. ખંડેર બસ શાળામાં અભ્યાસ કરવા અગરિયાઓના બાળકો મજબૂર બન્યા છે. એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો બતાવે છે જ્યારે બીજી તરફ અગરિયાઓના બાળકો શિક્ષણ માટે વલખા મારી રહ્યા છે. બસ શાળામાં લાઈટ પંખા સહિતની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. આ જોઈ અગરિયાઓના બાળકો માટે તાત્કાલિક બસ શાળામાં સુધારો કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો