સુરતમાં ઝડપાયેલા પનીરના રિપોર્ટ જાહેર, સ્ટાન્ડર્ડ પનીરમાં પામ ફેટનો થયો હતો ઉપયોગ
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળ્યું હતું. વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાથી ઝડપાય

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળ્યું હતું. વલસાડથી લાવવામાં આવેલું પનીર પાંડેસરાથી ઝડપાયુ હતું. 230 કિલોગ્રામ પનીરનું વજન હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય અધિકારીએ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. જેના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું જણાઈ આવ્યું હતું.
શંકાસ્પદ પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો. એટલું જ નહીં બાઇડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ પનીર લાવવામાં આવ્યું હતું તેમની સામે એજ્યુકેટીંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. ત્યારબાદ પનીર લાવનાર અને મોકલનાર તથા બનાવનારને પણ ઝડપથી ઝપેટમાં લેવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું. પ્રાથમિક તારણ આરોગ્ય અધિકારી દ્વારા કાઢતા પનીરમાં ભેળસેળ હોવાની શંકા જતા પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં હાલ પનીર સહિતની ભેળસેળવાળી ડુપ્લિકેટ વસ્તુઓ પર શંકા થઈ રહી છે.






