મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં હુમલો કરનાર આરોપીઓનું પોલીસે કરાવ્યું રીકન્સ્ટ્રક્શન

સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા પર સામાન્ય બોલાચાલી

સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા પર સામાન્ય બોલાચાલી બાદ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે કડક વલણ અપનાવી સુરેન્દ્રનગર પોલીસે હુમલો કરનાર બંને રીઢા ગુનેગારો હિતેશ કોડિયા અને અજીત મકવાણાને ઝડપી લીધા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાવનારા આ તત્વોને ભાન કરાવવા માટે પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આ બંને ઇસમો સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૨૦થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂકેલા છે.

આ સમાચાર શેર કરો