અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના, જનેતાએ જ 10 મહિનાની દીકરીની ગળું કાપીને કરી હત્યા
અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં જનેતાએ જ 10 મહિનાની દીકરીની ગળું કા

અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં જનેતાએ જ 10 મહિનાની દીકરીની ગળું કાપીને હત્યા કરી નાખી છે.
માતાએ જ દીકરીની હત્યા કરી
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં હદય કંપારી દે તેવી ઘટના સામે આવી છે. માતાએ જ પોતાની 10 વર્ષીય દીકરીની શેવિંગ કરવાની બ્લેડ વડે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. 10 મહિનાની દીકરીને માતા નવડાવવા લઇ ગઇ હતી અને પછી બ્લેડ વડે દીકરીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી.
આરોપી મહિલા અને મૃતક દીકરીના પિતા વચ્ચે લગ્ન જીવન સુમેળભર્યું ચાલતું નહતું. માતાને તેના પતિથી તલાક જોઇતા હતા પરંતુ દીકરીના લીધે તલાક થવામાં વિલંબ થતો હતો જેને કારણે મહિલાએ દીકરીનું જ ગળું કાપીને હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.






