મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર: જીજી હોસ્પિટલમાં યુવાનને છરીના ઘા મારી શખ્સો ફરાર, યુવકનું ઘટનાસ્થળ પર મોત

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. જામનગરની જીજ

જામનગર: જીજી હોસ્પિટલમાં યુવાનને છરીના ઘા મારી શખ્સો ફરાર, યુવકનું ઘટનાસ્થળ પર મોત

જામનગર શહેરમાં  કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. જામનગરની  જીજી હોસ્પિટલની અંદર ક્ષત્રિય યુવાનની જુની આદાવતમાં હત્યા કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.

 યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો

શહેરની જી.જી.હોસ્પિટલના ડ્રેસિંગ રૂમ નજીક ધર્મરાજસિંહ સુરૂભા ઝાલાનામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવાન લોહીથી લોથપોથ થઇ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ;ચારે તરફ બસ લોહી ફેલાયેલું હતું, દ્રશ્ય અત્યંત ભયાનક હતું.

પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલે દોડી ગયો

આ બનાવની જાણ થતા જામનગર નાયબ પોલીસ વડા સહિતના પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલે દોડી ગયો હતો.શહેરમાં 20 દિવસમાં ત્રીજી હત્યાથી સનસનાટી ફેલાઇ છે.

આ સમાચાર શેર કરો