મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: શાળાએ જતી વિદ્યાર્થિનીની શખ્સે અશ્લીલ તસવીરો બતાવી છેડતી કરી, લોકોએ સ્કૂલને તાળા માર્યા

સુરેન્દ્રનગરના થાનગઢના અભેપર ગામની પ્રાથમિક શાળામાં શાળાએ જતી બાળકીઓ પણ સુરક્ષિત નથી. અભ

સુરેન્દ્રનગર: શાળાએ જતી વિદ્યાર્થિનીની શખ્સે અશ્લીલ તસવીરો બતાવી છેડતી કરી, લોકોએ સ્કૂલને તાળા માર્યા

સુરેન્દ્રનગરના થાનગઢના અભેપર ગામની પ્રાથમિક શાળામાં શાળાએ જતી બાળકીઓ પણ સુરક્ષિત નથી. અભેપરમાં વિદ્યાર્થિનીને એક શખ્સે વાતો કરી મોબાઇલમાં અશ્લીલ તસવીરો બતાવી બાવળીયામાં આવવા કહ્યું હતું. ગભરાયેલી વિદ્યાર્થિનીએ આ ઘટનાની જાણ પોતાની માતાને કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.બીજી તરફ ગ્રામજનોએ અભેપરની પ્રાથમિક શાળાને તાળા માર્યા હતા.

બનાવની વિગતો જોઇએ તો થાનગઢની અભેપર પ્રાથમિક શાળામાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. અભેપર પ્રાથમિક શાળામાં એક વિદ્યાર્થિનીનો વિજળીયા ગામના રાજેશ ગાગીયા નામના વ્યક્તિએ આવીને સીધો હાથ પકડી લીધો હતો અને મોબાઇલમાં અશ્લીલ તસવીરો બતાવી હતી. વિદ્યાર્થિની યુવકના હાથમાં બચકુ ભરીને ભાગી ગઇ હતી. બાદમાં આ શખ્સ અવાર નવાર શાળામાં જઇને વિદ્યાર્થિનીઓને અશ્લીલ તસવીરો બતાવીને શારીરિક અડપલા કરતો હતો. 

આ મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગ્રામજનોએ સુરક્ષાની માંગ સાથે પ્રાથમિક શાળાને તાળા માર્યા હતા.

આ સમાચાર શેર કરો