VIDEO: વીરપુરથી થોરાળા ગામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં, વાહનચાલકોને અકસ્માતનો સતાવતો ભય
રાજકોટના જેતપુર અને વીરપુરથી થોરાળા ગામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમ


રાજકોટના જેતપુર અને વીરપુરથી થોરાળા ગામ તરફ જતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે. આ રોડ પર અનેક સ્થળોએ કાંકરી બહાર આવી જતાં વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી નથી.
થોરાળાથી વીરપુર અને ચરખડી તરફ જતો માર્ગ પણ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી વહેલી તકે બને તેવી માંગ ઉઠી છે.




