મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: ગરમલી ગામની સીમમાં દીપડાએ શ્રમજીવી પરિવારના બાળકને ફાડી ખાધો, ગ્રામજનોમાં ભયનો માહોલ

રાજ્યના અમરેલીના ધારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમરેલીના ધારીના ગરમલી ગામની સીમમાં દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આ

અમરેલી: ગરમલી ગામની સીમમાં દીપડાએ શ્રમજીવી પરિવારના બાળકને ફાડી ખાધો, ગ્રામજનોમાં ભયનો માહોલ

રાજ્યના અમરેલીના ધારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  અમરેલીના ધારીના ગરમલી ગામની સીમમાં દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગરમલી ગામની સીમ  વિસ્તારમાં દીપડાએ શ્રમિકના બાળક પર ગંભીર હુમલો કર્યો હતો. બાળકને ગળા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. 

માનવભક્ષી દીપડાને દબોચવા માટે વનવિભાગે પાંજરું મુક્યું

માનવભક્ષી દીપડાને દબોચવા માટે વનવિભાગે પાંજરું મુક્યું હતું. હાલ દીપડો કઈ દિશામાં ભાગ્યો છે, તે અંગે વન વિભાગની તપાસ ચાલી રહી છે. બીજી તરફ ગરમલી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 

દીપડાએ બાળક પર ગંભીર હુમલો કર્યો 

દીપડાએ બાળક પર ગંભીર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સારવાર હોસ્પિટલ ખસેડવામા આવ્યો.જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો