મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના હજીરામાં આવેલી AM/NS કંપનીમાં હરિયાણાના પાણીપતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ઼્યા

સુરતના હજીરામાં આવેલી AM/NS કંપનીમાં હરિયાણાના પાણીપત

સુરતના હજીરામાં આવેલી AM/NS કંપનીમાં હરિયાણાના પાણીપતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પાણીપત પ્લાન્ટમાં એક કર્મચારીના મોતના વીડિયો વાયરલ થતાં જ હજીરાના SMP-3 પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ અચાનક કામ રોકી હડતાલ પર ઉતરી હોબાળો મચાવ્યો હતો.

કર્મચારીઓએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો પણ કર્યો

આ વિરોધ પ્રદર્શન હિંસક બનતા કર્મચારીઓએ પોલીસની ગાડીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે, જ્યાં કર્મચારીઓ દ્વારા વાયરલ વીડિયોના રોષ સાથે પગાર વધારા જેવી અન્ય માંગણીઓ પણ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો