મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'તમે ત્યાંથી કેમ ભાગ્યા?' તમને નહોતી ખબર કે તે આરોપી છે? નીતા ચૌધરી મામલો: હાઈકોર્ટ આકરા પાણીએ

કચ્છની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ગુજરાત ATSએ થોડાક દિવસો પહેલા ઝડપી પાડી હતી. કચ્છ પોલીસે ની

'તમે ત્યાંથી કેમ ભાગ્યા?' તમને નહોતી ખબર કે તે આરોપી છે? નીતા ચૌધરી મામલો: હાઈકોર્ટ આકરા પાણીએ

કચ્છની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ગુજરાત ATSએ થોડાક દિવસો પહેલા ઝડપી પાડી હતી. કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપી પાડી હતી.  નીતા ચૌધરી મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

જો તેઓ નિર્દોષ હતાં તો ત્યાંથી કેમ ભાગ્યા?

હાઈકોર્ટમાં નીતા ચૌધરીના વકીલે દલીલો રજૂ કરી હતી, ત્યારે આ દલીલો સામે હાઈકોર્ટે ભારો ભાર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે જો તેઓ નિર્દોષ હતાં તો ત્યાંથી કેમ ભાગ્યા? તેઓ CID ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા, શું તેઓ બુટલેગર સાથે ફરજ બજાવતા હતા. તમે તો CIDમાં હતા  તો પણ તમને ખ્યાલ નહોતો કે તમે જેની સાથે ફરો છો તે સામાન્ય માણસ છે કે આરોપી? તમે જેની સાથે ફરી રહ્યા હતા તેના વિરુદ્ધ 22 ગુનાઓ દાખલ થયા છે.

 હાઈકોર્ટે સામે સવાલ કર્યો હતો કે શું આ વાત રેકોર્ડ પર છે

ગુજરાત હાઇકોર્ટમાં નીતા ચોધરીના વકીલે દલીલો રજૂ કરી હતી કે તેમને અધિકારીઓ દ્વારા કેટલાક કામ આપવામાં આવ્યા હતા, તેથી જ તેઓ બુટલેગરના સંપર્કમાં રહ્યા હતા. હાઈકોર્ટે સામે સવાલ કર્યો હતો કે શું આ વાત રેકોર્ડ પર છે કે નહીં?

ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યો. નીતા ચૌધરી વિરુદ્ધ તમામ પુરાવાઓ સહિતની સત્યતા મામલે જલ્દીથી સોંગદનામું હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવે, આ મામલે  25 જુલાઈના રોજ વધુ સુનવણી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો