પંચમહાલ:ચાંદીપુરા વાયરસથી અસરગ્રસ્ત બાળકીની ગોધરા સિવિલમાં તબિયત બગડી, વડોદરા રીફર
ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનાં કેસો મળી આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, જેને

ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનાં કેસો મળી આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન ગોધરા તાલુકાના કોટડા ગામમાં રહેતી એક બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસનાં લક્ષણો દેખાતા હડકંપ મચી ગયો હતો.
બાળકીમાં ઉલટી, તાવ, ખેંચ જેવા લક્ષણો જોવા મળ્યા
બાળકીમાં ઉલટી, તાવ, ખેંચ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકીની વધુ તબિયત બગડતાં વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ બાળકીની વડોદરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.




