VIDEO: મોરબીના યુવાનને સુરત પરત લાવવા સરકાર કરી રહી છે કામ, જાણો સાસંદે સમગ્ર મામલે શું કહ્યું
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સ્થિત


યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીનો એક યુવક ત્યાં ફસાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ગંભીર મુદ્દે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ મામલો સરકારના ધ્યાને આવી ચૂક્યો છે અને યુવકને સુરક્ષિત પરત લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.સાંસદે વધુમાં ઉમેર્યું કે, તમામ સાંસદોએ પણ આ બાબતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે.
ટેકનિકલ મુશ્કેલીઓ નડી રહી છે
જોકે, યુક્રેનની હાલની ભૌગોલિક અને યુદ્ધગ્રસ્ત સ્થિતિને કારણે કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ નડી રહી છે. પરંતુ સરકાર તમામ પાસાઓ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી છે.




