સુરતની ઘટના બાદ તંત્ર જાગ્યું, ધોળકામાં ફાયર વિભાગની હાઇરાઈઝ બિલ્ડીંગોને નોટિસ
સુરતમાં બેકાબુ બનેલી આગની ઘટનાને પગલે ધોળકા શહેરમાં ફાયર સેફ્ટી વિનાની હાઈરાઇઝ બિલ્ડીંગોને નોટિસ પ

સુરતમાં બેકાબુ બનેલી આગની ઘટનાને પગલે ધોળકા શહેરમાં ફાયર સેફ્ટી વિનાની હાઈરાઇઝ બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી છે. ધોળકા શહેરમાં અનેક હાઈરાઇઝ બિલ્ડીંગો આવેલી છે જેમાં અનેક બિલ્ડીંગોમાં નીતિ નિયમો નેવી મૂકી બનાવી દેવામાં આવી છે. જેમા ખાસ કરીને ફાયર સેફટીની સુવિધા વગર આવેલી હાઇરાઈઝ બિલ્ડીંગોને ધોળકા નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં ધોળકા શહેરમાં બાલાજી એપાર્ટમેન્ટ, શ્રીફળ એક્ઝોટીકા, ક્રિષ્ના એવન્યુ, જલધારા ફ્લેટ, આધ્યા ફ્લેટ નામક બિલ્ડીંગોમાં ફાયરની સુવિધાઓ ના હોવાથી તેમને ધોળકા ફાયર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા છેલ્લી અને આખરી નોટિસ પાઠવવામાં આવી છે, જો હવે નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો આવી બિલ્ડીંગો નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવશે તેમ પણ ફાયરના અધિકારીએ જણાવ્યું હતું.




