VIDEO: વઢવાણનો પ્રખ્યાત બાંધણી ઉદ્યોગ મૃતપાય અવસ્થામાં ૫૦ ટકાથી વધુ કારખાનાઓને લાગ્યા તાળા
સુરેન્દ્રનગરના વઢવાણનો વિશ્વવ

સુરેન્દ્રનગરના વઢવાણનો વિશ્વવિખ્યાત બાંધણી ઉદ્યોગ આજે આધુનિકતા અને સરકારી ઉપેક્ષાના કારણે મૃતપાય અવસ્થામાં આવી ગયો છે. એક સમય હતો જ્યારે વઢવાણની ૭૦ ટકાથી વધુ મહિલાઓ આ પરંપરાગત હસ્તકલાના માધ્યમથી રોજગારી મેળવી આત્મનિર્ભર બની હતી. પરંતુ આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે અને ૫૦ ટકાથી વધુ કારખાનાઓને તાળા લાગી ચૂક્યા છે.બજારમાં પ્રિન્ટેડ કાપડનો ક્રેઝ અને માંગ વધતા હસ્તકલાની આ બાંધણીની ચમક ઝાંખી પડી છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં મંદી અને મોંઘવારીના મારે આ ઉદ્યોગની કમર તોડી નાખી છે. કારીગરોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વઢવાણની બાંધણીને કોઈ ચોક્કસ ટેગ, બ્રાન્ડિંગ કે સબસિડી આપવામાં આવી નથી. રોજીરોટી ગુમાવી ચૂકેલી વઢવાણની લાચાર મહિલાઓ હવે સરકાર આ લુપ્ત થતા ઉદ્યોગ સામે જુએ અને આર્થિક સહાય કરે તેવી આજીજી કરી રહી છે.



