VIDEO : મુંબઈમાં પ્રખ્યાત મરીન ડ્રાઈવ વિસ્તારમાં ભારે વરસાદ
સોર્સ : gstv
મુંબઈના વિવિધ વિસ્તારોમાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. શહેરના પ્રખ્યાત મરીન ડ્રાઈવ વિસ્તારમાં મુશળધાર વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં આકાશી આફત વચ્ચે દરિયાના મોજાં પણ વધુ આક્રમક બન્યા હતા. ભારે વરસાદને પગલે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ચાલુ વરસાદને કારણે રસ્તાઓ પર વાહનવ્યવહારની ગતિ થોડી ધીમી પડી હતી. મુંબઈગરાઓ માટે ચોમાસાની આ શરૂઆત રાહત લઈને આવી છે, પરંતુ ટ્રાફિક અને સુરક્ષાની દ્રષ્ટિએ સાવચેતી રાખવી જરૂરી બની છે. હવામાન વિભાગે આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

