મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓશિયા સુપર મોલના ડિરેક્ટરોએ વેપારીઓનું ફેરવ્યું કરોડોનું ફૂલેકું

અમદાવાદમાં ઓશિયા સુપર મોલના ડિરેક્ટરો સામે કરોડોની ઠગાઈનો ગંભીર મામલો સામે આવ્ય

તસવીર: gstv

અમદાવાદમાં ઓશિયા સુપર મોલના ડિરેક્ટરો સામે કરોડોની ઠગાઈનો ગંભીર મામલો સામે આવ્યો છે. 13 વેપારીઓ સાથે કુલ રૂ. 4.73 કરોડની છેતરપિંડી આચરવાના આરોપસર ગાંધીનગર CID ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ શરૂઆતમાં નાનો માલ ખરીદી સમયસર ચૂકવણી કરીને વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં કરોડો રૂપિયાનો માલ લઈને ખાતામાં પૂરતી રકમ ન હોવા છતાં ચેક આપી વેપારીઓને છેતર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બોપલના ધીરેન્દ્ર ચોપરા, કવિતા ચોપરા અને શાહીબાગની રૂચી બહેતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. હવે CID સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો