Video: ખાતરના ભાવવધારાથી આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોની સરકાર સામે તાત્કાલિક રાહત આપવાની માંગ.

સુરેન્દ્રનગર પંથકમાં એક તરફ વરસાદની ઘટ અને નબળા વર્ષના કારણે ખેતી પર સંકટ તોળાઈ રહ્યું છે, તો બીજી તરફ સરકાર દ્વારા NPK રાસાયણિક ખાતરમાં કરાયેલા તોતિંગ ભાવવધારાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે. અગાઉ એક હજાર નવસો પચાસ રૂપિયામાં મળતી ખાતરની થેલી હવે બે હજાર ચારસો પચાસ રૂપિયામાં ખરીદવા ખેડૂતો મજબૂર બન્યા છે. એક બાજુ કુદરતી પ્રકોપ અને બીજી બાજુ મોંઘવારીના મારથી ખેડૂતો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. જેથી આક્રોશિત ખેડૂતોએ તાત્કાલિક આ ભાવવધારો પરત ખેંચવાની અને સબસિડીમાં વધારો કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.








