Video: દિવ્યાંગોના ગરબામાં ભક્તિ અને લાગણીનો સંગમ

વડોદરાના સુભાનપુરા રોડ પર દિવ્યાંગો માટે આયોજિત વિશેષ ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નવરાત્રિ અને દશેરાની ઉજવણી બાદ પણ ગરબાનો ઉત્સાહ યથાવત્ જોવા મળ્યો હતો. સામાજિક અગ્રણી રાજેશ આયરે દ્વારા દર વર્ષે યોજાતા આ ગરબામાં મોટી સંખ્યામાં દિવ્યાંગોએ મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. આ દરમિયાન એક માતા પોતાના દિવ્યાંગ બાળકને ખોળામાં લઈને ગરબે ઘૂમતાં નજરે પડ્યાં હતાં. આ લાગણીસભર દૃશ્યે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને સમગ્ર આયોજન દ્વારા આનંદ, સમરસતા તથા માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.






