VIDEO: કડીમાં ખેડૂત હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, બિહારનો આરોપી ઝડપાયો
કડીના બલાસર પરાની સીમમાં આલુસણા ગામના ખેડૂત વિષ્ણુજી ઠાકોરની તીક્ષ્ણ હથિયારન


કડીના બલાસર પરાની સીમમાં આલુસણા ગામના ખેડૂત વિષ્ણુજી ઠાકોરની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી કડી પોલીસ અને એલ.સી.બી.એ બિહારના વતની મોહમ્મદ નોમાનની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે ખેડૂત પાસે મોટી રકમ હોવાની લાલચમાં લૂંટના ઇરાદે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીને જેલભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે




