TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો: 6 મહિના વિત્યા છતાં ચાર્જફ્રેમ થયો નથી, જાણો શું છે કારણ
આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટની TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વીતવા છતાં

આખા ગુજરાતને હચમચાવી દેનાર રાજકોટની TRP ગેમ ઝોન અગ્નિકાંડને આજે 6 મહિના વીતવા છતાં હજુ સુધી પીડિત પરિવારોને ન્યાય મળી શક્યો નથી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થયાથી આજ દિવસ સુધીમાં કુલ 10 મુદત આપી દેવામાં આવી છે અને હજુ સુધી કેસ ચાર્જફ્રેમ થઇ શક્યો નથી.
કેસને ડીલે કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું
કેસને ડીલે કરવા માટે આરોપીઓ વકીલ રોકતા ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે રાજકોટ બાર એસોસિએશનના ઉપ પ્રમુખ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, રાજકોટના નાના મવા રોડ પર TRP ગેમ ઝોન ખાતે માનવ સર્જિત અગ્નિકાંડ 25મેના રોજ સર્જાયો હતો.
આ પણ વાંચો: વડોદરામાંથી નકલી GST અધિકારી ઝડપાયો, વાઈબ્રન્ટ ગુજરાતમાં નકલીની બોલબાલા
માનવ સર્જિત એટલા માટે કે અહીંયા ઇનલિગલ સ્ટ્રક્ચર છે. ઇનલિગલ બાંધકામ છે. કોઈ ફાયર સેફટીના સાધનો નથી. એક વર્ષ પહેલા પણ વેલ્ડીંગનાં કારણે આગ લાગી હતી, આમ છતાં પણ તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી.






