Gujarat: લારી ગલ્લાવાળાઓનો આક્ષેપ, પોલીસ મફતનું ખાઇને માર મારે છે
ગુજરાતમાં પોલીસ અંગે માહિતી લેવા ગૃહ વિભાગના ફિડબેક સેન્ટરથી 600 નાગરિકોને ફોન કરવ

ગુજરાતમાં પોલીસ અંગે માહિતી લેવા ગૃહ વિભાગના ફિડબેક સેન્ટરથી 600 નાગરિકોને ફોન કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓ વિશે શાકભાજીવાળા, અમદાવાદના ફેરિયા, લારી ગલ્લાવાળાઓ પાસેથી ફિડબેક લેવામાં આવ્યા હતા. જેમાં ચોકાવનારા ફિડબેક મળ્યા છે. ફેરિયા અને લારી ગલ્લાવાળાએ કહ્યું કે, પોલીસ મફતનું ખાઈને માર મારે છે. ત્યારે આવા ફિડબેક મળતા અધિકારીઓ મુંઝવણમાં મૂકાયા છે. ગૃહ વિભાગ ગૃહમંત્રીને આ રિપોર્ટ સોંપશે અને બાદમાં પોલીસનો વ્યવહાર સુધારવા માટે ટ્રેનિંગને લઈને નીતિ તૈયાર કરવામાં આવશે.



