મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં કાળુપુર સ્ટેશન પાસે ૧૮ મીટરનો રસ્તો ૩૦ મીટર પહોળો કરાશે

સોર્સ: gstv

અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને મુસાફરોની અવરજવર સરળ બનાવવા અને ટ્રાફિક હળવો કરવા એએમસી દ્વારા સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-૩ ઓફિસ સુધીના ૧૮ મીટરના રસ્તાને ૩૦ મીટર પહોળો કરવાનું આયોજન કરાયું છે. રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ રોજના ૩.૧૨ લાખ મુસાફરોની અવરજવરને પહોંચી વળવા રોડલાઇનમાં આવતી ૧૭ મિલકતો અને દુકાનો દૂર કરીને ૨,૯૬૫ ચોરસ મીટર જમીન રસ્તામાં ઉમેરાશે. આ માટે જીપીએમસી એક્ટ હેઠળ જાહેર નોટિસ બહાર પાડી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે. જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ સ્ટેશન તરફ જતો આ પહોળો રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

આ સમાચાર શેર કરો