VIDEO: કરંટથી મોત થશે ત્યારે વળતર આપીશું, MGVCL અધિકારીના જવાબથી થાકેલા પરિવારે રાષ્ટ્રપતિ પાસે માગ્યું ઈચ્છામૃત્યુ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુરનો ચોકાવાનારો કિસ્સો સામે આવ્યો છે. ખીજલપુરના પરિવારે MGVCL દ્વ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખીજલપુરનો ચોકાવાનારો કિસ્સો સામે આવ્યો છે. ખીજલપુરના પરિવારે MGVCL દ્વારા વીજ થાંભલો ઘરની દિવાલમાંથી ના કાઢતા રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માગ કરી છે. આ પરિવારે રાષ્ટ્રપતિને પત્ર લખીને પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે છેલ્લા 7 વર્ષથી MGVCLના ધક્કા ખાઈને થાકી ગયા. કોઈ પદાધિકારી આની કાર્યવાહી કરતા નથી. MGVCL ડાકોરના અધિકારીઓ પાસે પોતાના ઘરમાં આવેલા વીજ પોલ ખસેડાવા વર્ષ 2018માં 6060માં રૂપિયા પણ ભર્યા.
ખીજલપુરના ગરીબ પરિવારે સલામતી ખાતર પોતાના ઘરમાં આવેલા વીજળીના થાંભલાને ખસેડાવા માટે ધનરાજભાઈ લુહારે માંગણી કરી હતી. Mgvclમાં વીજ પોલ ખસેડવા માટે જરૂરી નાણાં ભર્યા બાદ પણ 7 વર્ષથી નાગરિક ત્રસ્ત છે. કરંટથી મોત થશે તો વીજ કંપની વળતર આપશે એવા સવાલ સામે જવાબદાર ઈજનેરના જવાબથી ડઘાઈ ગયેલા ઘરના મોભીએ ઈચ્છા મૃત્યું માગ્યું છે. ડાકોર, ઠાસરા, નડિયાદ, વડોદરા અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ રજૂઆત કરી પરંતુ તેનું પરિણામ શુન્ય આવ્યું છે.
ઘરમાં આવેલો આ થાંભલો તેમના ગરીબ પરિવારની સલામતી માટે જોખમરૂપ બન્યો છે. એમજીવીસએલના અધિકારીએ જવાબ આપ્યો હતો કે, કરંટથી મોત થશે ત્યારે વળતર આપવામાં આવશે. સાત વર્ષથી ત્રસ્ત આ નાગરિકે હવે પોતાના પરિવારના 12 સભ્યોની સલામતી માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.




