મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડામાં તસ્કરોનો વધ્યો આતંક, પોલીસ સ્ટેશન પાસે જ 7 દુકાનના તાળાં તૂટયા

ખેડાના અલીન્દ્રા ગામમાં તસ્કરો બન્યા બેફામ. ગામના મુખ્ય માર્ગ પર આવેલ પોલીસ

ખેડામાં તસ્કરોનો વધ્યો આતંક, પોલીસ સ્ટેશન પાસે જ 7 દુકાનના તાળાં તૂટયા

ખેડાના અલીન્દ્રા ગામમાં તસ્કરો બન્યા બેફામ. ગામના મુખ્ય માર્ગ પર આવેલ પોલીસ સ્ટેશનની પાસે સાત દુકાનના તાળાં તૂટયા. હાજરો રૂપિયાના મુદ્દામાલનું નુક્શાન.

ખેડાના અલીન્દ્રા ગામમાં નડીઆદ - ડાકોરના મુખ્ય માર્ગ પર આવેલ કોમ્પલેક્ષમાં આવેલ 16 દુકાનો પૈકી સાતનાં તાળાં તૂટયા. તસ્કરોએ સાત દુકાનોને નિશાન બનાવ્યું જેમાં  મકાઇ અને કપાસના ખોળ તથા ઐલેક્ટ્રીક સમાન હોય તેવી દુકાનોનો સમાવેશ થાય છે. આ કોમ્પ્લેક્ષથી માત્ર 300થી 400 મીટર દૂર જ આવેલી છે પોલીસ ચોકી.

7 દુકાનોમાં ચોરી થતાં 50,000થી વધુના મુદ્દમાલની ચોરી થઈ હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્ષમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. હાલ પોલીસ દ્વારા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો