મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં રિચી રિચ પાન પાર્લરના સંચાલક ભાવિક ગજ્જરનો આતંક: નજીવી બાબતે યુવક પર ઘાતકી હુમલો કરી પોલીસ તપાસ શરૂ

સોર્સ: gstv

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગો દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિચી રિચ પાન પાર્લર ચલાવતા ભાવિક ગજ્જર નામના શખ્સે સામાન્ય બાબતે આતંક મચાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તનીષ પટેલ નામના યુવક સાથે કાર રોકવા જેવી તદ્દન નજીવી અને સામાન્ય બાબતે તકરાર થઈ હતી, જેના ઉશ્કેરાટમાં ભાવિક ગજ્જરે યુવક પર જીવલેણ અને ઘાતકી હુમલો કર્યો હતો….આ હુમલાની ઘટના બાદ ભોગ બનનાર યુવક દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે સક્રિય થયેલી પોલીસે આરોપી ભાવિક ગજ્જરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેની સઘન શોધખોળ હાથ ધરી છે. આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો