Video: અમદાવાદમાં ૨૩ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ રમાશે

ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનની મંજૂરીથી એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા “વન બ્રેથ. વન રેડ. વન કોમનવેલ્થ” થીમ હેઠળ નવ દિવસીય ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં ભારત, શ્રીલંકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત ૧૩ દેશોની ૨૩ ટીમોના ૪૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પાકિસ્તાની સરકારે પરવાનગી ન આપતા તેમની ટીમ ભાગ નહીં લે. ટૂર્નામેન્ટમાં પુરુષોની ૩૯ અને મહિલાઓની ૨૩ મળી કુલ ૬૨ મેચો રમાશે. તાજેતરમાં જર્સી, એન્થમ, લોગો અને માસ્કોટનું અનાવરણ કરાયું હતું. AKFIના સચિવ જિતેન્દ્ર સિંહ ઠાકુરે આ ક્ષણને ગર્વ સમાન ગણાવી હતી. આ સ્પર્ધા કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની તૈયારી રૂપે અમદાવાદના રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.






