Video: અમદાવાદમાં 51 ફૂટના રાવણનું દહન

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા AES ગ્રાઉન્ડ ખાતે દશેરાની ઉજવણીના ભાગરૂપે 50થી 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું.. જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના 35 ફૂટ ઊંચા પૂતળાનું પણ દહન કરાયું... રાવણ દહનની સાથે આતશબાજી અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતુ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમ મહેમાન બન્યાં હતા. શહેરના મેયર હિતેશ બારોટ સહિત મોટા ભાગના ભાજપના નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિશાળ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.








