Video: અમદાવાદમાં પોર્ટર એપ દ્વારા MD ડ્રગ્સની હેરફેર પકડાઈ: સતર્ક નાગરિકોની સૂઝબૂઝથી કૌભાંડ ઉજાગર, એકની ધરપકડ

અમદાવાદ નરોડા પોલીસે પોર્ટર એપના માધ્યમથી થઈ રહેલી MD ડ્રગ્સની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. અમિત સિંધી નામના શખ્સે પોર્ટર દ્વારા ડ્રગ્સ મોકલ્યું હતું, જેમાં એપ્લિકેશનમાં ખોટો મોબાઈલ નંબર અને સાચું સરનામું નાખવામાં આવ્યું હતું…..જે વ્યક્તિનો ખોટો નંબર નંખાયો હતો તે સતીશભાઈ અને પોર્ટર બોયની સમયસૂચકતાથી મોટો ભેદ ખુલ્લો પડ્યો હતો. પાર્સલ ખોલતા જ તેમાં MD ડ્રગ્સ હોવાનું માલૂમ પડતા બંનેએ તુરંત ૧૧૨ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રીસીવર પ્રિયાંક સંઘવીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી અમિત સિંધીની શોધખોળ હાથ ધરી છે.







