Video: અમદાવાદમાં પાન પાર્લરના માલિકની અમાનુષી હરકત, યુવક પર જીવલેણ હુમલો

અમદાવાદના રીચી રીચ પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે સામાન્ય રસ્તો ક્રોસ કરવા જેવી સામાન્ય બાબતમાં તનીષ પટેલ પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર તનીષના જણાવ્યા અનુસાર, આરોપીએ શરીરના પાછળના ભાગે બચકાં ભર્યા હતા. એટલું જ નહીં, કાનની બૂટ સંપૂર્ણ ખાઈ ન ગયો ત્યાં સુધી આરોપી અટક્યો નહોતો, જેના કારણે આસપાસના લોકોમાં પણ ભારે ડર અને સનસનાટી ફેલાઈ ગઈ હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, ત્યારે પીડિત તનીષ પટેલે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.






