VIDEO: ગુજરાતમાં પોલીસની કડક કાર્યવાહી વચ્ચે અસામાજીક તત્વોનો આતંક યથાવત
ગુજરાત પોલીસે એક તરફ અસામાજીક તત્વો વિરુદ્ધ કડક પગલાં ઉઠાવીને કાર્યવાહી કરી રહી છે તો
ગુજરાત પોલીસે એક તરફ અસામાજીક તત્વો વિરુદ્ધ કડક પગલાં ઉઠાવીને કાર્યવાહી કરી રહી છે તો બીજી તરફ હજુ પણ સતત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લુખ્ખા તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. એવામાં ફરી વડોદરામાં લુખાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહરેના સોમા તળાવ ચાર રસ્તા પાસે લુખ્ખા તત્વોએ પાનના ગલ્લા બહાર તોફાન મચાવ્યું હતું. 5થી 6 નવ યુવાનો દાદાગીરી કરી ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્થાનિક નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.
અમદાવાદના વેજલપુરમાં પૈસાની લેતીદેતી મામલે મારામારી
અમદાવાદમાંથી પણ મારામારીની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરના વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પરથી મારામારીની ઘટના સામે આવી રહી છે. પૈસાની લેતીદેતી મામલે 3 શખ્સોએ જાહેરમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. તલવાર સહિતના હથિયારથી આશીફ શેખ પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટનામાં ઓશામા બક્ષી, ખાલીદ બક્ષી, અરબાજ બક્ષી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીની અટકાયત કરી છે.




