VIDEO: Vapiમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભયાવહ આગ, ચાલીઓ સુધી પ્રસરતા મચી અફરાતફરી
ઉનાળામાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપીના લવાછા વિસ્તારમાં આવેલા કરમખલ ખાતે આજે ભંગારના ગોડાઉનમાં
ઉનાળામાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વાપીના લવાછા વિસ્તારમાં આવેલા કરમખલ ખાતે આજે ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જે આગ આસપાસના રહેણાંક વિસ્તારની ચાલીઓ સુધી પ્રસરી ગઈ હતી. આગની જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ફાયર વિભાગની ત્રણ ગાડીઓ દ્વારા આગ બુઝાવવાનું કામ હાથ ધરાયું હતું. જોકે, હાલ સુધી આગ કાબૂમાં આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગથી થયેલા નુકસાનનો અંદાજ પણ હાલ સુધી સામે નથી આવ્યો. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



