Rajkot: કનેસરા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતાં એ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં જસદણના જામ રાજા વડલા ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ ઘોડકિયાનું મોત થયું છે.
ભાણેજના લગ્નની ખરીદી બાદ દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, મૃતક વિઠ્ઠલભાઈ ઘોડકિયા તેમના પત્ની સાથે જસદણ તરફથી આવી રહ્યા હતા. તેમના ભાણેજના લગ્ન હોવાથી પતિ-પત્ની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદની કામગીરી શરૂ કરી હતી.
દુર્ઘટનાની જાણ થતાં ભાડલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) માટે ખસેડ્યો છે. PM થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે બે બાઈક વચ્ચે થયેલા આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.






