મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodaraના પાદરામાં પાલિકાની બેદરકારીને કારણે ટ્યુશને જતા કિશોરનું મોત

Vadodara News: વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં નગર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક સ

Vadodaraના પાદરામાં પાલિકાની બેદરકારીને કારણે ટ્યુશને જતા કિશોરનું મોત

Vadodara News: વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં નગર પાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક સગીરનું કરુણ મોત નિપજ્યું છે. વડોદરા જિલ્લાના પાદરામાં એક સગીર વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. પાદરાની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા 11 વર્ષીય વિધાર્થીનું કરંટ લાગતા મોત નિપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, વિધાર્થી સાયકલ લઈને ટ્યુશન જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. પાદરા નગર પાલિકાના અધિકારીઓના પાપે કિશોરે જીવ ગુમાવ્યો છે. અચાનક વીજ વાયર તૂટતા ગટર તેમજ વરસાદી પાણીમાં વીજળી ઉતરતા કરંટ લાગ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રહીશોની વારંવાર રજૂઆત છતાં પણ તંત્રની કામગીરીના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. કિશોરના મૃત્યુને પગલે પરિવારમાં આક્રંદની લાગણી છવાઈ છે.

આ સમાચાર શેર કરો