મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં એમ્બ્રોઈડરીનું કામ કરતાં કિશોરે કર્યો આપઘાત, 8 મહિના પહેલા આવ્યો હતો વતનથી

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે નાની વયના કિશોરો પણ આપઘાતના રસ્તે ચાલી નીકળ્યા

સુરતમાં એમ્બ્રોઈડરીનું કામ કરતાં કિશોરે કર્યો આપઘાત, 8 મહિના પહેલા આવ્યો હતો વતનથી

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે નાની વયના કિશોરો પણ આપઘાતના રસ્તે ચાલી નીકળ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સચિન જીઆઈડીસીમાં કામ કરતાં 16 વર્ષના કિશોરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતુ. 8 મહિના પહેલાં જ વતનથી આવીને એમ્બ્રોઈડરીમાં નોકરી કરતો હતો. તણાવમાં આવીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

લગ્નની વાત થઈ હતી

વિરેન્દ્ર પટેલ કહ્યું કે, મૃતક મારા મામાનો દીકરો છે. તેની ઉંમર 16 વર્ષની હતી. હું ગયો ત્યારે તેનો મૃતદેહ ફાંસો ખાધો હોય તે રીતે લટકતો જોવા મળ્યો હતો. ઘરમાં તેને ત્યાં બધુ વ્યવસ્થિત હતું. પ્રતાપગઢ યુપીના તેઓ વતની છે. હું અહિં જ રહું છું. ત્યાં છોકરાના સંબંધની છોકરી સાથે વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

નાની ઉંમરનાને કાયદો તોડી કરાવાય છે કામ

16 વર્ષીય પ્રેમચંદ યાદવએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે સુરતમાં છેલ્લા થોડા દિવસોમાં આ બીજો એવો બનાવ સામે આવ્યો છે. જેમાં પુખ્ત એટલે કે 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ કામ કરતી હોય અને મોતને ભેટી હોય થોડા દિવસો અગાઉ પણ એક તરુણનું કરંટ લાગતાં મીલમાં મોત નીપજ્યું હતું. ત્યારે સરકારી કાયદાનો ભંગ કરીને નાની ઉંમરના કિશોરોને કામ પર રખાતા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો