Video: ડાકોરમાં ગુમ શિક્ષકનો મૃતદેહ નહેરમાંથી મળતાં અરેરાટી: સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં PM માટે 3 કલાક લાશ મુકી રખાતાં સ્વજનોનો હોબાળો

ડાકોરના ભગત જીન વિસ્તારમાં રહેતા અને પોડવાણીયા શાળાના ૪૪ વર્ષીય સરકારી શિક્ષક પંકજભાઈ મહિડા ગત શનિવારે નોકરી પર ગયા બાદ ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ ચાલુ હતી તે દરમિયાન તેમનો મૃતદેહ સૈયત નહેર માંથી મળી આવ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોની ઘોર બેદરકારી સામે આવી હતી, જ્યાં મૃતદેહને પીએમ માટે અંદાજે ૩ કલાક સુધી રઝળતો મુકાતાં મૃતકના સગા-સંબંધીઓએ તબીબો સામે ભારે આક્રોશ વ્યક્ત કરી શાબ્દિક બોલાચાલી કરી હતી. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







