મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: AMCની વાર્ષિક 85 લાખની ખોટ બંધ થશે: કાંકરિયાનું 'કિડ્સ સિટી' હવે PPP મોડલ પર ચાલશે, કોર્પોરેશનને મળશે 35 ટકા કમિશન

સોર્સ: gstv

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ એક એકમનું સંચાલન ખાનગી હાથોમાં સોંપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અગાઉ કિડ્સ સિટીનું સંચાલન કોર્પોરેશન પોતે જ કરતું હતું, પરંતુ તે સમયે AMCને વાર્ષિક અંદાજે ૮૫ લાખ રૂપિયાની મોટી આર્થિક ખોટ સહન કરવી પડતી હતી. આ સતત થતી ખોટને ધ્યાનમાં રાખીને હવે કિડ્સ સિટીને PPP ધોરણે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. નવી શરતો અનુસાર, કિડ્સ સિટીના નવા સંચાલક દ્વારા થતી કુલ આવકમાંથી ૩૫ ટકા હિસ્સો અથવા વાર્ષિક ૨૫ લાખ રૂપિયા AMCને ચૂકવવાની રહેશે. હવે આ નવી વ્યવસ્થાથી કોર્પોરેશનને કેટલી આર્થિક રાહત મળે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો